ધોળકા તાલુકાના લોથલ ગામે માટીની ભેખડ ખસી જવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારા સુરભી રામ કિલ્લાવન વર્મા યૂપીના સીતાપુરના મૂળ રહેવાસી હતા તેથી તેમના 2 પિતરાઈ ભાઈઓ તેમનો મૃતદેહ લેવા આવતા તંત્ર દ્વારા તેમના મૃતદેહને યુપી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કામગીરીમાં કલેકટર અમદાવાદ તેમજ પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશી ધોળકાના માર્ગદર્શન હેઠળ મામલતદાર સિદ્ધાર્થ ત્રિવેદી ધોળકાની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાના ફોરેન્સિક મેડિસિન વિભાગના ડો.શિલાજીયા, ડો. સોલંકી,પોલીસ તંત્ર,એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા,ઈન્ડિગો એરલાઇન તેમજ લોકલ તમામ વિભાગોનું સંકલન કરી મૃતદેહ લખનૌ એરપોર્ટ મોકલવાનું કાર્ય ખુબ ઝડપી તેમજ મૃતકના પરિવારને કોઇ પણ મુશ્કેલી ન પડે તે રીતે પાર પાડવામાં આવ્યું હતું.
લખનૌથી સીતાપુર આશરે 1-2 કલાકનું અંતર કાપવા માટે પણ ત્યાં એમ્બ્યુલન્સ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે આવી હતી વહીવટતંત્ર દ્વારા આ ઘટનામાં સારો સહયોગ આપવામાં આવ્યો હતો. લોથલમાં માટીની ભેખડ ખસી જવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનારના મૃતદેહને કાઢીને વતનમાં મોકલી અપાયો હતો.