Gujarat

મસ્તીના મૂડમાં બાળકને કહ્યું-એકદમ કાનુડા જેવો લાગે છે, તો જય શ્રીકૃષ્ણ કહી મીડિયાને કહ્યું- જામનગરના હવાપાણી કેવા લાગ્યા

1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રિલાયન્સ આસપાસનાં ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા રિલાયન્સની ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા શરૂ કર્યું છે. જેમાં ગઈકાલે જોગવડ ગામમાં સમૂહભોજનનું આયોજન કરાયું હતું. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. જેમાં રાધિકાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. રાધિકા બાળકોને ભોજન પીરસતી વખતે હળવા અંદાજમાં જોવા મળી હતી. બાળકને જોઈને કહ્યું કે, વાઉ એકદમ કાનુડા જેવો લાગે છે. તો જય શ્રીકૃષ્ણ કહી મીડિયાને કહ્યું, જામનગરના હવાપાણી કેવા લાગ્યા.

સામાન્ય લોકોની જેમ જ રાધિકાએ ગ્રામજનોને ભોજન પીરસ્યું

ગઈકાલે જોગવડ ગામે આયોજિત સમૂહભોજનમાં અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત-રાધિકા તેમજ મુકેશ અંબાણી સહિતનાઓએ પોતાના હાથે ગ્રામજનોને ભોજન પીરસ્યું હતું. અંબાણી પરિવારની થનારી પુત્રવધૂ રાધિકાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. રાધિકા એકદમ ખુશ નજરે પડી હતી. સામાન્ય લોકોની જેમ જ રાધિકા ગ્રામજનોને ભોજન પીરસી રહી હતી. બાળકોને જોઈને હળવા અંદાજમાં કહેવા લાગી કે, વાઉ એકદમ કાનુડા જેવો લાગે છે. તેમજ બાળકનું નામ પણ પૂછ્યું હતું. રાધિકાની સાથે સાથે અનંત અંબાણીએ પણ લોકોને ભોજન પીરસ્યું હતું. જામનગરના જોગવડ ગામે મુકેશ અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરાયું હતું. તો મહિલાઓએ અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજિયાનો સ્વાદ માણ્યો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગતરાત્રે જોગવડ ગામમાં સમૂહભોજન અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આખો અંબાણી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. અનંત-રાધિકા સહિત અંબાણી અને મર્ચન્ટ પરિવારે ગ્રામજનોને હાથેથી જમાડ્યા હતા. ગામલોકોએ હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. તેમજ મુકેશ અંબાણીએ મેસૂબનો અને ભજિયાનો સ્વાદ માણ્યો હતો. અંબાણી પરિવારનો અસલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો હતો.

અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે અંબાણી પરિવારની અન્નસેવા

પોતાની વર્ષો-જૂની પરંપરાને જાળવી રાખતા, અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ સેલિબ્રેશન્સ પૂર્વે રિલાયન્સની જામનગર ટાઉનશિપની આસપાસનાં ગામડાંમાં અન્નસેવા (સામુદાયિક ભોજન સેવા) શરૂ કરીને સમાજના સભ્યોના આશીર્વાદ મેળવ્યા છે. આ અન્નસેવાનો 51,000 સ્થાનિક નિવાસીઓને લાભ મળશે. જામનગર અને તેની આસપાસનાં ગામોમાં આગામી કેટલાક દિવસો સુધી અન્નસેવા ચાલુ રહેશે.