આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકની અંદર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વરસનભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.


