Gujarat

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામે આવેલ પ્રાથમિક શાળામાં નવરાત્રી નિમિત્તે બાળકોને  કપડાનું સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું

છોટાઉદેપુર તાલુકાના વનાર ગામે આવેલ પ્રાથમિક શાળામાં નવરાત્રી નિમિત્તે બાળકોને  કપડાનું વિતરણ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરી ભણતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદની સાથે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા, ભાજપના નેતા દિનેશભાઈ રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા પંચાયતના સદસ્ય ભુવાનભાઈ રાઠવા, ભાજપના નેતા રસિકભાઈ રાઠવા સહિત શિક્ષકો ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર