છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના બોડેલી તાલુકાના ગામોમાં અંદાજિત રૂપિયા 8 કરોડના નવા પુલ, એપ્રોચ રોડ, પ્રોટેક્શન વોલ તથા કોઝવેના વિકાસના કામોની મંજૂરી આપવામાં આવી છે. જે માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો.

