Gujarat

ઉના ગીરગઢડા પંથકમાં સમી સાંજે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી ફળી વળ્યા..લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ ઠંડક પ્રસરી..

ઉના ગીરગઢડા પંથકમાં સમી સાંજે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. અને લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી.

ઉના શહેર તથા ગીરગઢડા સહીત તાલુકાના અનેક ગામોમાં સમી સાંજના સમયે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉના શહેરમાં થોડીવાર પડેલા ભારે વરસાદના કારણે ગરમીના ઉકળાટથી રાહત મળી હતી.
જોકે છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધા બાદ આજે સમી સાંજના  ધીમીધારે વરસાદ વરસેલ ત્યાર બાદ ધીમે ધીમે ગતિ પકડતા થોડીવાર ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. અને લાંબા સમયથી ભારે ગરમીના ઉકળાટ બાદ રાહત પ્રસરી હતી.