મગરનગરી વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત્ જૉવા મળી રહ્યો છે. ચોમાસાએ વિદાય લીધે ઘણાં દિવસો થયા છતા મગર પોતાનાં વસવાટથી હજુ બહાર નીકળી રહ્યા છે. કોટેશ્વર પાસેથી વિશ્વામિત્ર નદી પસાર થાય છે.
અહીંયાં અવારનવાર મગર દેખાતા હોય છે. ત્યારે વધુ એક મગર રહેણાંક વિસ્તાર તરફ આવતાં રેસ્ક્યૂ ટીમ સાથે વનવિભાગે મળી 2 કલાકની ભારે જહેમત બાદ 7 ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
કોલ મળતા રેસ્ક્યૂ ટીમ સ્થળે દોડી ગઈ આ બનાવની વિગત એવી છે કે, ગતરાત્રે 1 વાગ્યાની આસપાસ વડસર કોટેશ્વર ગામ પાસેથી એક કોલ મળ્યો હતો કે એક સાત ફૂટનો મગર રોડ ઉપર તેમના નિવાસસ્થાન નજીક આવી ગયો છે.

આ અંગેની જાણ થતાં સ્થાનિકોએ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
શહેરમાં એક હજારીથી વધુ મગરનો વસવાટ વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જો કે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.

