શાપર-વેરાવળ માં ભર બપોરે ભૂકંપ નો હળવો આંચકો અનુભવ્યો.જેમાં
રાજ્ય માં એક તરફ ગરમી નો પ્રકોપ વઘી રહ્યો છે. બીજી બાજુ શાપર-વેરાવળ પંથક માં ભૂકંપ ના હળવા આંચકા છેલ્લા 10 દિવસ થી કંપન યથાવત છે. આજરોજ 2.9 તીવ્રતા નો ભૂકંપ અનુભવાયો હતો.શહેરીજનો ને હળવા આંચકાઓ દરરોજ અનુભવી રહ્યા છે. જેમાં બપોરે 1:29 મિનિટ પર તેમજ 2:07 મિનિટ તેમજ 2:09 મિનિટ એમ સિરિયલ માં ધડાકા થતા શહેરીજનો બહાર દોડી આવ્યા હતા શાપર-વેરાવળ સહીત ના વિસ્તારો માં ભૂકંપ નો હળવો આંચકો આવ્યા ના સમાચારો મળી રહ્યા છે.
શાપર-વેરાવળ માં છેલ્લા પાંચ દિવસ થી 40 ડિગ્રી થી તાપમાંન નો પારો પણ ઉપર ચડી રહ્યો હોઈ ભીષણ ગરમી પણ પડી રહી છે.વધતા તાપમાન વચ્ચે પૃથ્વી ના પેટાળ માં હલચલ વધી રહી છે.ભૂકંપ નુ કેન્દ્ર બિંદુ હાલ ક્યાં છે. તે પણ જાણવા મળેલ નથી. આજે આંચકા ના પગલે લોકો કાળજાળ ગરમી માં ઘરની બહાર દોડી ગયા હતા.તેમજ ઘણા જૂના મકાનો ના પોપડા પણ ખરયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
વેરાવળ ગ્રામ પંચાયત કચેરી ખાતે સિસ્મોલોજી મશીન પણ મુકવામાં આવેલ છે. તેમાં પણ ભૂકંપ ના હળવા ઝટકા આવ્યા હોવાનું લખાયું હતું. વેરાવળ ના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા દ્વારા અગાઉ પણ ભૂકંપ ના હળવા ઝટકા અવિરત આવતા હોવાથી કલેક્ટર ને રજુઆત કરી ભૂકંપ સિસ્મોલોજીક ટિમ બોલાવી વેરાવળ-શાપર સહીત ના વિસ્તારો માં સર્ચ કરાયું હતું. જેમાં ટિમ દ્વારા જણાવાયું હતું. કે હાલ ભૂકંપ ના વારંવાર ઝટકા આવતા ભૂમિ ની અંદર પાણી અને પથરો ભેગા થતા હોવાથી આ કંપન વારંવાર શાપર-વેરાવળ સહીત ના વિસ્તારો માં અનુભવતું હોઈ છે.

