આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા છોટાઉદેપુર જિલ્લા સેવાદન ખાતે મીડિયા મોનિટરિંગ સેલની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી મળતી રાજકીય જાહેરાતોના પૂર્વ પ્રમાનીકરણ તેમજ પેડ ન્યુઝ પર નિયંત્રણ અને દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને મીડિયા સર્ટિફિકેટ એન્ડ મોનેટરીંગ કમિટી એમસીએમસીની રચના કરવામાં આવી છે. જેને દેખરેખ પણ આ ટીમ દ્વારા રાખવામાં આવે છે.
