છોટાઉદેપુર જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત ગુંડીચા આયુર્વેદિક અને સંખેડા સરકારી હોમિયોપેથિ દવાખાનાનુ લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન, જિલ્લા પંચાયત સભ્ય અજુંબેન,ગામના સરપંચ, અને ગામના વડીલો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
