Gujarat

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ માં બ્રિજનું લોકાર્પણ કરાયું… તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ. તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી પણ ઉપસ્થિત

સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ અંડર બ્રિજનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલ્વે સ્ટેશનો તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને મેરીયાણા સરપંચ હિતેશ ખાત્રાણી તેમજ ઉપસરપંચ દિલુભાઈ ધાધલ તેમજ કાળુભાઈ વઘાસિયા દોલતી સરપંચ તેમજ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તેમજ મેરીયાણા પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ગુણવંતભાઈ   ઉપસ્થિત રહ્યા હતા
તેમજ દોલતી ગામના ગ્રામજનો તેમજ મેરીયાણા ગામના ગ્રામજનો તેમજ શાળાના બાળકો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ રેલવેના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહી શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો તેમ જ શાળાના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ હિતેશ ખાત્રાણી  દ્વારા સરકારશ્રીની યોજના વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ એમ  અનિરુદ્ધ ત્રિવેદીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.