ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ.
જે અન્વયે વી.એસ.ગાવીત પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ જે અનુંસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અનુંસંધાને પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,એક સિલ્વર કલરની મારૂતિ વેગેનાર ગાડી જેનો રજી નં.GJ-05-CD-0236 ની ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ-બીયર ભરી રંગપુર તરફથી પુર ઝડપે છોટાઉદેપુર તરફ આવી રહેલ છે.
તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે ગાડી રંગપુર નાકા પાસે રોકવા કોશિષ કરતા પરંતું વાહન ચાલક પોતાની પાસેની ગાડી ડોન બોસ્કો સ્કૂલ પાસેથી વળાવી પાછો ભાગવા લાગેલ જેથી વાહન ચાલકનો પીછો કરતા વાહન ચાલકે પોતાની ગાડી રૂનવાડ ગામે રેલ્વે બ્રિજ પાસે મુકી પોતે જંગલ ઝાડીમાં ભાગી ગયેલ ગાડીનો પીછો કરી પકડી પાડી પાડેલ મારૂતિ વેગેનાર ગાડીમાં તપાસ કરતા તેમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિં.રૂ.૨,૫૫,૭૫૦ /- નો મુદામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારૂતિ વેગેનાર ફોર વ્હીલર ગાડી ને પકડી પાડેલ હોય જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

