સાવરકુંડલા ખાતે આવેલ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ માનનીય ગુજરાત ગર્વનર શ્રી દેવવ્રતજીના વરદહસ્તે બે બે એવોર્ડ પ્રાપ્ત થતાં સાવરકુંડલા શહેરમાં હરખની હેલી.

પ્રસ્તુત તસવીરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમના ધર્મપત્ની પૂજાબેન વ્યાસને ગુજરાત ગર્વનર દેવવ્રત આચાર્યજી એવોર્ડ આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તાલુકા બ્રાંચ ચક્ષુદાન, રક્તદાન શિબિર, જેઆરસી., વાયઆરસી, હોમકેર એમ્બ્યુલન્સ સેવા જેવી સત્તર જેટલી પ્રવૃત્તિઓ કરી રહેલ છે. અત્યાર સુધીમાં મેહુલ વ્યાસ ૮૬ અવોર્ડ મેળવી ચુક્યા છે
બિપીન પાંધી

