કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય મુંજપુરાએ મંગળવારે થાનગઢ રેલવે સ્ટેશનની ચાલીને નિરીક્ષણ કર્યું હતું. થાનગઢ વિશે રેલવેની અંદર જે મુશ્કેલી પડી રહી છે તેની વિસ્તૃત ચર્ચા કરી હતી. રેલવેના કર્મચારી સાથે અને રેલવે સ્ટેશન ઉપર ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે તેની માહિતી લીધી હતી.
આ સમયે થાનગઢના ડોક્ટર સતાપરા, થાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા અને લીલાબેન ડોડીયા વિજયભાઈ ભગત સાથે રહ્યા હતા. ત્યારે ડોક્ટર મુંજપરાએ વર્ષો પહેલા થાનગઢની અંદર 2 વર્ષથી પણ વધારે સમય રેલવેમાં અપડાઉન કરીને થાનગઢની અંદર પ્રાઇવેટ દવાખાનમાં સર્વિસ આપતા હતા. અપડાઉનમાં જે મુશ્કેલી પડતી હતી તેમના અનુભવો વિશે રેલવેના અધિકારી સાથે બધા સાથે ચર્ચા કરી હતી.

