આજરોજ ત્રીજી ડિસેમ્બર અર્થાત્ વિશ્વ દિવ્યાંગ દિવસ સમગ્ર વિશ્ર્વ જ્યારે આજે વિશ્ર્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરી રહ્યું હોય ત્યારે આ દિવસે સાવરકુંડલા શહેરનાં દિવ્યાંગ નાગરિકો પર એક દ્રષ્ટિપાત કરતાં સાવરકુંડલા શહેરમાં પણ અનેક દિવ્યાંગ નાગરિકો પોતાનું જીવન કુદરતે બક્ષેલ અન્ય કૌશલ્ય દ્વારા સમાજમાં પોતાનું જીવન ખૂબ જ સ્વમાનભેર વ્યતિત કરે છે. સૌ પ્રથમ વાત કરીએ ભરતભાઈ વાઢેરની તો કમરથી નીચે સો ટકા દિવ્યાંગ હોવા છતાં પોતે લોકોને ઓનલાઈન ફોર્મ અરજી દાખલા આપવાનું કાર્ય ખૂબ જ ખંતથી કરે છે. આમ પોતાની જાત મહેનતને જ પોતાના પગ માની પોતાનું જીવન વ્યતીત કરે છે

તેનાં મંતવ્ય મુજબ દિવ્યાંગોને ખુદારીથી જીવન વિતાવવાનો અધિકાર ભારતના બંધારણે આપ્યો છે ત્યારે સાવરકુંડલાના બંને પગે દિવ્યાંગ જાત મહેનત જીંદાબાદને મહેનતને પોતાનું કર્મ સમજી અને સાવરકુંડલા મામલતદાર કચેરી બહાર વર્ષોથી બેસતાં હતાં લોકોની અરજી લખવાનું કાર્ય કરી પોતાનું પેટિયું રળતાં હતાં પરંતુ હાલ ગુજરાતી અપંગ ચેરીટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ સાવરકુંડલાના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતાં ભરતભાઈ વાઢેર દિવ્યાંગ નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. અને પોતાનું જીવન નિર્વાહ સ્વમાનભેર કરે છે કે સાથે સાથે પોતે અનેક દિવ્યાંગોને માર્ગદર્શન પણ આપે છે.

પોતાની ટ્રાઇસિકલ દ્વારા ઓફિસે પહોંચી સવારથી પોતાની ફરજ બજાવવા પહોંચી જાય છે. આમ ભરતભાઈ સ્વમાનપૂર્વક જીવન જીવી મહેનત કરી જીવન વ્યતીત કરે છે. પોતે લોકોને અરજી કે જુદા ફોર્મ ઓનલાઈન ભરવાનું કોમ્પ્યુટર કામ કરે છે અને આ રીતે પોતાનું પેટિયું રળીને અન્ય માટે પ્રેરણારૂપ જીવન વ્યતીત કરે છે આ ગરીબ વિકલાંગ પોતે નીચે ૧૦૦ ટકા વિકલાંગ છે છતાં હિંમત હાર્યા વગર બહાદુરીપૂર્વક ખુમારીથી જીવન વ્યતીત કરે છે તો સાવરકુંડલા જ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં જેની હનુમાન ચાલીસા અને સાંઇ ગીતો ભજન માટે જેમની સારી એવી નામના ધરાવતા જેસર રોડ ખાતે આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાં એક આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતાં કૌશિકગીરી ગોસ્વામી પણ દિવ્યાંગ માટે આદર્શરૂપ ભૂમિકા ભજવતાં જોવા મળે છે.
પોતે અનેક રાગમાં હનુમાન ચાલીસા ગાય છે અને સાંઇ ગીત ભજન પણ તેમના મધુર કંઠે ગાઈને સાવરકુંડલાના જ નહીં પરંતુ અમરેલી જિલ્લામાં ભાવિકોમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે. તેમના મંતવ્ય મુજબ સમાજ દ્વારા હવે દિવ્યાંગો પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે દિવ્યાંગો તરફ પણ સમાજ માનથી જોવે છે એનો એને સંતોષ છે.
તો સાવરકુંડલા શહેરની જે. વી મોદી હાઈસ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવતા આશીષભાઈ જોષી પણ દિવ્યાંગ હોવા છતાં જે. વી મોદી હાઈસ્કૂલને શૈક્ષણિક ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતાં જોવા મળે છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આશીષભાઈ જોષીના પરિવારમાં ચાર ચાર દિવ્યાંગ વ્યક્તિઓ છે છતાં હિંમત હાર્યા વગર સમાજને પણ અનોખો રાહ ચીંધતાં જોવા મળે છે.
સાવરકુંડલા શહેરમાં દિવ્યાંગો માટે પ્રેરણાદાયી રાહ બતાવનાર જોનીભાઈના હુલામણા નામથી ઓળગાતાં અને પ્રિન્ટીંગ ક્ષેત્રે કાર્ય કરતાં દિવ્યાંગ આજે આ ફાની દુનિયામાં નથી પરંતુ આજે પણ તેમની કાર્યશૈલીની નોંધ સાવરકુંડલાના દિવ્યાંગો માટે પ્રેરણાદાયી સંદેશ તરીકે આભામંડળમાં ગુંજી રહ્યો છે. આજના દિવ્યાંગ દિવસે તમામ દિવ્યાંગ નાગરીકોને હાર્દિક શુભકામનાઓ સાથે દિવ્યાંગોના કલ્યાણ માટે સરકાર હજુ વધુ સતર્ક તેમજ સંવેદનશીલ બને એ જ અભિલાષા સહ જો કે દિવ્યાંગોના કલ્યાણ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી રહી છે.
બિપીન પાંધી