Gujarat

સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પદે ઈરફાન કુરેશીની સર્વાનુમતે વરણી સુન્ની મુસ્લિમ જમાતના ઉપપ્રમુખ પદે પીઢ પત્રકાર ઇકબાલ ગોરી બહુમતીથી ચૂંટાઈ આવ્યા

સુન્ની મુસ્લિમ જમાતના નવા રાહબરો પર અભિંદનની વર્ષા સુન્ની મુસ્લિમ જમાતને નવી દિશામાં લઈ જવા યુવાનો નવા જોમ જુસ્સા સાથે આગળ આવ્યા
સાવરકુંડલા સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખપદની ખાલી પડેલી જગ્યા પર નવા પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી મુસ્લિમ સિપાહી જમાતની ૧૮ સદસ્યોની મળેલી બેઠક હાજી દિલાવરભાઈ ભટ્ટીના અધ્યક્ષ સ્થાને મળેલી હતી
જેમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પદે એકમાત્ર ઈરફાન કુરેશીએ દાવેદારી કરતા સર્વાનુમતે સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ પદે વરણી કરવામાં આવેલ હતી જ્યારે સુન્ની મુસ્લિમ જમાતના ઉપપ્રમુખ પદે બે ઉમેદવારો દાવેદારી નોંધાવતા ૧૮ સભ્યોએ મતદાન કરતા પીઢ પત્રકાર અને સુન્ની મુસ્લિમ સમાજના અગ્રણી રાહબર ઇકબાલ ગોરી ને ૧૦ મત મળતાં ઉપપ્રમુખ પદે વિજેતા થયેલા હતા.
સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખપદે ઈરફાન કુરેશી અને ઉપપ્રમુખ પદે ઇકબાલ ગોરીની વરણીને સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના યુવા કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ બન્ને જમાતના પદાધિકારીઓને સમાજને નવી દિશામાં લઈ જવા માટેની શુભકામનાઓ પાઠવેલ હતી.
બિપીન પાંધી