Gujarat

જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર વન વિભાગના સહયોગથી ખૂટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફોરેસ્ટ ગાર્ડ અને પોલીસની ભરતી માટે તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રિ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો

છોટાઉદેપુર જિલ્લામાંથી વનરક્ષકની લેખિત પરીક્ષા માંથી ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા નિશુલ્ક તાલીમ આપવામાં આવી હતી. વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ શારીરિક કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસ ના અભાવે ઘણા આશાસ્પદ યુવાનોની ગ્રાઉન્ડ પાસ કરવા માટે નિષ્ફળ નિવારતા હોય છે. આ બાબતને ખાસ ગંભીરતાથી લઈ સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ ખાતે છેલ્લા બે મહિનાથી 140 થી વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશન ના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, સોમાભાઈ રાઠવા તથા છોટાઉદેપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા, ચંપાબેન રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓના સહયોગથી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી હતી.