ચૂંટણી આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્યમાં પોલીસ ઈન્સપેક્ટરોની કરવામાં આવેલી બદલીમાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની ગાંધીનગરમાં બદલી થતા જામનગર એસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પીઆઈને વિદાયમાન આપવામાં આવ્યું હતું.
લોકસભાની ચૂંટણીની આદર્શ આચાર સહિતા અમલમાં આવી તે પહેલા જ જામનગરના સીટી બી પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઇ હરદીપસિંહ ઝાલાની ગાંધીનગર CID IB મા બદલી કરવામાં આવી છે.પીઆઇ હરદીપસિંહ ઝાલા ને ભારતનો સર્વોચ્ચ યુનિયન હોમ મિનિસ્ટર એકસીલેન્ટ ઇન્વેસ્ટીગેશન એવોર્ડ તાજેતરમાં જ મળ્યો હતો.

સીટી બીના પીઆઈની બદલી થતા ગઈકાલે રાત્રિના વિદાય સમારંભ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા સહિતના પોલીસ અધિકારીઓએ વિદાય આપી હતી અને શુભકામના પાઠવી હતી અને જામનગરમાં બજાવેલી ફરજ બદલ બિરદાવવામાં આવ્યા હતા.

