Gujarat

જસદણ નગરપાલિકા દ્વારા કચેરીને હરિયાળી બનાવવા વૃક્ષોનું વાવેતર કરાયું

રંગીલા રાજકોટ જિલ્લાની ધરતીને હરિયાળી અને સ્વચ્છ બનાવવા માટે ‘એક વૃક્ષ માતાના નામે’ અને ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે.

જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાની જસદણ નગરપાલિકા દ્વારા કચેરીને હરિયાળી બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસરશ્રી રાજુભાઈ શેખના માર્ગદર્શન હેઠળ આઇ.ઈ.સી. પ્રવૃત્તિ અન્વયે સ્ટાફ દ્વારા નવી નગરપાલિકા કચેરીના બિલ્ડીંગ એરિયામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આમ, જસદણમાં પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણની પ્રવૃત્તિ અવિરત ચાલી રહી છે.