Gujarat

છોાઉદેપુરની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સાંસદ જશુભાઇ રાઠવા નું સત્કાર સંભારમ યોજાયો

નસવાડી ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં એક અપંગ સાંસદ  સાથે ફોટો પડાવવા માંગતો હતો. ત્યારે અપંગ તેની સ્કૂટર ઉપર થી ઉતરી શકે તેમ ના હોવાથી સાંસદ અપંગ ના સ્કૂટર ની સાઈડ માં ટાયર ઉપર લગાવેલ પ્લેટ ઉપર બેસી જઈને અપંગ યુવાન સાથે ફોટો પડાવ્યો હતો.
નસવાડી જૂથ ગ્રામપંચાયતના કોમ્યુનિટી હોલમાં સત્કાર સભારમમાં ભાજપના કાર્યકરો અને ધારાસભ્ય અભેસિંહ તડવી, માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, ભાજપ પ્રમુખ ગોપાલ સિંહ જિલ્લા ભાજપ મહામંત્રી ડી. એફ. પરમાર હાજર રહ્યા હતા. જેમાં સત્કાર સંભારમમાં મોટી સંખ્યા માં કાર્યકરો હાજર રહ્યા હતા. અને સાંસદ જશુંભાઈ રાઠવા એ ભાજપ ના દરેક કાર્યકર ને પાર્ટી તક આપે છે. મને પણ તક આપી છે અને દરેક કાર્યકર ને તક મળશે અને પાર્ટીમાં કામ કરતા રહો અને આગામી વર્ષો મા તાલુકા પંચાયત ની ચૂંટણીઓ આવી રહી છે.
તેમાં ભાજપ નું બોર્ડ બેસે તેવા પ્રયાસો દરેક કાર્યકરે કરવાના રહેશે.જયારે મોટી સંખ્યામાં ગ્રામપંચાયત હોલ માં કાર્યકરો ઉમટ્યા હતા.  સાથે અત્યાર સુધી ભાજપના નેતાઓ નાના માણસોથી દૂર ભાગતા હોઈ છે. જયારે સાંસદ ગ્રામપંચાયત કચેરીમાં એક અપંગ તેઓ સાથે ફોટો પડાવવા માંગતો હતો.
ત્યારે અપંગ તેની સ્કૂટર ઉપર થી ઉતરી શકે તેમ ના હોવાથી સાંસદ અપંગ ના સ્કૂટર ની સાઈડ માં ટાયર ઉપર લગાવેલ પ્લેટ ઉપર બેસી જઈને અપંગ યુવાન સાથે ફોટો પડાવતા અપંગ યુવાન ની આંખો માં હર્ષના આંસુ આવી ગયા હતા. છોટાઉદેપુર ના સાંસદ એકદમ સાદગી સાથે લોકો સાથે મળી રહ્યા છે. અત્યાર સુધી ના તમામ સાંસદો નાના માણસોની કદર કરતા ના હતા અને મોટા લોકો ને તાલુકા મથકે મળી ને જતા રહેતા હતા. જયારે નવા ચૂંટાયેલા સાંસદ જશુભાઈ રાઠવા એ નવી પહેલ કરી ને નાના માણસ ને પહેલા મળી રહ્યા છે.