જામનગર શહેરમાં શુક્રવારથી જયા પાર્વતી વ્રત શરૂ થયા છે. અષાઢ મહિનાની તેરસથી આરંભ થતું આ વ્રત 5 દિવસનું હોય છે અને જાગરણ સાથે પૂર્ણ થાય છે.
આદિ શક્તિ માં પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા આ વ્રત કર્યું હોવાનો પુરાણોમાં ઉલલેખ હોય યુવતીઓ સારા પતિની કામના સાથે આ વ્રત ઉજવે છે.
અમુક પરિણીત મહિલાઓ પણ અખંડ સૌભાગ્ય માટે વ્રત ઉજવે છે. જામનગર શહેરનાં કાશીવિશ્વનાથ મંદિર, જાગનાથ મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરોમાં વ્રતપૂજન માટે મોટી સંખ્યામાં યુવતી-મહિલાઓ ઉમટી હતી. આ વ્રતના શુક્રવારે પ્રથમ દિવસે વિધિવત પૂજા-વિધિ સાથે પ્રારંભ કરાયો હતો.
શહેરના કેટલાક મંદિરોમાં પૂજારી દ્વારા સમૂહમાં પૂજા કરાવવામાં આવી હતી. આમ શહેરના જુદા-જુદા શિવ મંદિરોમાં સવારથી મોટી સંખ્યામાં યુવતી-મહિલાઓ ઉમટી હતી.

