Gujarat

જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની રજૂઆત ફળી : કરોડોના વિવિધ વિકાસનાં કામોને મંજૂરી

જેતપુરપાવીના ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા દ્વારા પંચાયત હસ્તકના રસ્તાઓ પર હૈયાત કોઝવે તથા નાળાં પર નવાં પુલ તથા રિસરફેસ, નવાં બ્રીજ બનાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને રજૂઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઇને માર્ગ મકાન વિભાગ દ્વારા કરોડોના કામોને મંજુરીની મહોર લગાવી જોબ નંબરની ફાળવણી કરવામાં આવી છે. ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાની રજૂઆત બાદ જેતપુરપાવી, બોડેલી, કવાંટના રેણધા મેઈન રોડથી નવાલજાના ધરમીજયા ફળિયાને જોડતો રસ્તો (૨) તાડકાછલા ગામે મુખ્ય રોડ પર સીસી રોડનું કામ (૩) કડાછાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી મુખ્ય રસ્તાને જોડતો રસ્તો (૪) મોટી અમરોલ ગામથી સેંગપુર ગામ વચ્ચે ભેંસા કોતર પર મીની બ્રિજ, સ્લેબ ડ્રેંન એપ્રોચ સાથે કામગીરી (૫) વાંકોલ મેસરા રોડ રિસરફેસ (૬) ભેંસાવહી એપ્રોચ રોડ (૭) કુકણા નાની તેજાવાવ થી મોટી તેજાવાવને જોડતો રસ્તો (૮) મુલધર ટીંબી રોડ, (૯) તાડકાછલા રોડ, (૧૦) ખેરકુવા એપ્રોચ રોડ (૧૧) વાંટા વડાતલાવ રોડ (૧૨) ભૂમસવાડા એ રોડ (૧૩) પાનવડ સિહાંદા રાયછાં રોડ (૧૪) તલાવ બોર ચાપડા નાખલ રોડ (૧૫) કરજવાંટ મોટી ટોકરી બોરધા રોડ (૧૬) થડગામ ઊછેલા એપ્રોચ રોડ (૧૭) હાફેશ્વાર એપ્રોચ રોડ (૧૮) લાલ પુર એપ્રોચ રોડ (૧૯) જડૂલી ભૂંડ મારીયા રોડ (૨૦) ભેખડિયા મંદવાડા સોઢવડ રોડ (૨૧) જાંબા મોટાંવાંટા ઝરોઈ એપ્રોચ રોડ (૨૨) જબુગામ હરખપુર રોડ, તેમજ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કવાંટ તાલુકાનાં શાળાએ જતાં રસ્તાઓનુ નવીનીકરણ માટે (૨૩) હાફેશ્ચર (મહુડી બારી ફળીયા) (૨૪) ટીટોડ રોડ (૨૫) ચિલિયાંવાંટ રોડ (૨૬) દેવત (બસ્ટેન્ડ ફળિયા) (૨૭) કોટંબી રોડ (૨૮) મોગરા રોડ (૨૯) ખસરા રોડ (૩૦) ખસરા કેલા બારી ફળીયા (૩૧) અંબાડુંગર વડ ફળીયા (૩૧) આબાડુંગર (માનકલાં ફળીયા) (૩૨) લાલપુર ગામે પ્રાથમિક શાળાથી ફેનાઈ માતાના ડુંગર તરફ નવિન સીસી રોડનું કામ (૩૩) તાડકાછલા ગામથી બગલિયા ગામને જોડતો રસ્તો (૩૪) ધનપુરથી મોરાગનાં રોડ (૩૫) ધરોલિયાથી ગજેન્દ્રપૂરા રોડ (૩૬) ખાંડિયાકુવા બારાવાડ રોડ (૩૭) રાજબોડેલી એપ્રોચ રોડ (૩૮) પ્રતાપનગર સુષ્કાલ રોડ (૩૯) કુકણા રોડને મંજુરી આપવામાં આવી છે. આ મંજુરી બદલ ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ પોતાના મત વિસ્તારમાં પ્રજાજનોની સુવિધામાં વધારો કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મંજૂર કરાયેલા રસ્તાઓ છોટાઉદેપુર અને જેતપુરપાવી, કવાંટ, બોડેલી તાલુકાના ગામોને આવરી લેશે, જે ગ્રામજનોને જરૂરી સેવાઓ અને બજારો સુધી પહોંચવા માટે ઘણી જરૂરી સગવડ પૂરી પાડશે.