Gujarat

જયેશ વેગડા ને મહાનિયામક નાગરિક સંરક્ષણ દિલ્હી દ્વારા આજ રોજ પ્રસંશનીય સેવા અને કામગીરી માટે DG Disc બ્રોન્ઝ જાહેર કરવામાં આવી

નાગરિક સંરક્ષણ સ્થાપના દિવસ નિમિત્તે દેશના નાગરિક સંરક્ષણના મહાનિયામક દિલ્હી દ્વારા અમદાવાદ શહેર નાગરિક સંરક્ષણ તંત્રમાં કાર્યરત ડેપ્યુટી ચીફ વોર્ડન શ્રી જયેશ વેગડાને આજ રોજ લાંબી અને પ્રસંશનીય કામગીરી માટે DG Disc બ્રોન્ઝ જાહેર કરવામાં આવેલ છે. જે અંગેનું પ્રમાણપત્ર ગુજરાત રાજ્યના નાગરિક સંરક્ષણના નિયામક શ્રી મનોજ અગ્રવાલ, IPS દ્વારા શ્રી વેગડા ને એનાયત કરવામાં આવ્યું હતું.