અખિલ ગુજરાત બ્રહ્મ યુવા પરિષદ તથા સાવરકુંડલા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તરફ થી રાજકોટમાં તા. ૨૧-૦૭-૨૦૨૪ રવિવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજનો રાજ્યક્ક્ષાનો જીવન સાથી પસંદગી મેળો સતવારા વિધાર્થી ભવન રૈયારોડ રાજકોટ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલા ઉમેદવારોએ તથા તેમના વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લિધો હતો.

આ કાર્યક્રમનું ઉદઘાટન ભારદ્વાજભાઈ કૌશિકભાઈ દવે (શિક્ષક snk સ્કૂલ), ધર્મેન્દ્રભાઈ જોષી (મહામંત્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર જિલ્લા), હરેશભાઈ જોષી (અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન) આ કાર્યક્રમનું સંયુકત રીતે ઉદઘાટન કર્યું હતું. ઉદઘાટન બાદ આવેલા ઉમેદવારોએ ક્રમ સર પોતાનો પરીચય આપ્યો હતો. આ પ્રસંગે રવિભાઈ જોષી, સુરેશભાઈ મહેતાએ પોતાની સેવા આપી હતી.કાર્યક્રમના સંયોજક ધર્મશંકરભાઈ ભટ્ટે સમગ્ર કાર્યક્રમની માહિતી તથા આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૫૦ ,ઉમેદવારો અને કુલ ૪૦૦ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.તેમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું

