જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારના જેતપુરપાવી એસ.ટી ચોક પાસેથી કિ.રૂ.૨,૬૩,૫૦૦ -/નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી જેતપુર પાવી પોલીસ તથા છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
ગૌરવ અગ્રવાલ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃતિ/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…..
જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત મુજબની એક રજી. નંબર વગરની મારૂતી સુઝુકી કંપનીની સ્વિફટ ડિઝાયર ફોર વ્હીલ ગાડીમાં બે ઇસમો ભારતીય બનાવટનો ઇગ્લિશ દારૂ ભરીને રંગપુર બાજુથી છોટાઉદેપુર – થઇ તેજગઢ ગામ તરફ જઇ રહેલ છે
તેવી હકીકત મળતા અમો તેજગઢ ગામે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન ઉપરોક બાતમી હકીકત વાળી સ્વિફટ ડિઝાયર ફોર વ્હીલ છોટાઉદેપુર તરફથી આવતા સદરી ગાડીને ઉભી રાખવા ઇશારો કરતા અમો પોલીસને જોઇને ગાડીનો ચાલક પોતાની ગાડી ઉભી રાખેલ નહી અને ગાડી લઈને જેતપુરપાવી તરફ ભાગવા લાગેલ જેથી જાણ કરેલ કે એક સ્વિફટ ડિઝાયર ફોર વ્હીલ ગાડી જેતપુર પાવી તરફ ભાગીને આવે છે.
અને અમો તેનો પીછો કરીને આવીએ છીએ તેમ જણાવી અમો પીછો ચાલુ રાખેલ હતો. અને જેતપુરપાવી એસ.ટી ચોકી કોર્ડન કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૨,૬૩,૫૦૦ -/નો મુદામાલ તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમા પકડાયેલ સ્વીફટ ગાડી નંબર વગરની હોય જેની કિ.રૂ.૩,૦૦૦૦૦/- ને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

