આઈ.જી.શેખ, પોલીસ અધિક્ષક જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવ્રુતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક કે પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામા આવેલ.
જે આઘારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક, બોડેલી ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ જેતપુર પાવી પોલીસ સ્ટેશનના પો.સ.ઈન્સ એમ.બી.સોલંકી નાઓ સ્ટાફ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે બાતમી હકિકત આધારે ચુડેલ ગામે જાહેર રોડ ઉપરથી પ્રોહી મુદામાલ ભારતીય બનાવટના બીયર ટીન નંગ- ૩૧૨ જેની કિ રૂ.૪૦,૫૬૦/- તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમાં પકડાયેલ સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની અર્ટીકા ગાડી નંબર- GJ-10-DE-4177 જેની કિ રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ રૂ. ૫,૪૦,૫૬૦/- મુદામાલ તપાસ અર્થે કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે.