Gujarat

જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરી કુલ કિ રૂ. ૩,૨૮,૧૬૦ /- નો મુદામાલ કબજે કરવામાં આવ્યો

 રાજેંદ્રસિંહ ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહી/જુગારની પ્રવુતિ સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની ગેર કાયદેસરની પ્રવ્રુતિ /હેરાફેરી કરતા ઈસમો ઉપર વોંચ રાખી અસામાજીક પ્રવ્રુતિ સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. જે આઘારે ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક બોડેલી ડીવીઝન તથા એસ.ડી.કલારા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ.બી.સોલંકી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન નાઓના સુપર વિઝન હેઠળ જીલ્લામા ચાલતી ગે.કા. પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે જેતપુર પાવી પોલીસ સ્ટેશનના એમ.બી.સોલંકી પોલીસ સબ ઈન્સ્પેકટર જેતપુર પાવી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ સાથે જેતપુર પાવી પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન વાંકી ચોકડી પાસે શંકાસ્પદ ફોરવ્હીલ ગાડીનો પીછો કરી પકડી પાડેલ જે ફોર વ્હીલ ગાડીમા તપાસ કરતા તેમા ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકની બોટલો નંગ ૨૮૮, જેની કુલ કિ રૂ. ૧,૨૮,૧૬૦ /- તથા FIAT કપંની ગાડી કિ રૂ. ૨,૦૦,૦૦૦ /- ની મળી કુલ કિ.રૂ. ૩,૨૮,૧૬૦ /-નો મુદ્દામાલ કબજે કરવામા આવ્યો. આમ જેતપુર પાવી પોલીસ દ્રારા ગણનાપાત્ર કેસ કરવામા સફળતા મળેલ છે.