Gujarat

સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ તરીકે જુબેર ચોહાણની બિનહરીફ વરણી કરવામાં આવી 

 સાવરકુંડલા વકીલ મંડળના પ્રમુખ તરીકે યુવાન એડવોકેટ જુબેર ચોહાણની વરણી થતાં ઠેર ઠેરથી પ્રચંડ આવકાર સાથે અભિનંદન મળી રહ્યા છે
સાવરકુંડલા ખાતે બાર એસોસિયેશનની ચૂંટણીમાં સાવરકુંડલાનો મુસ્લિમ યુવાન જુબેરભાઈ ચોહાણની પ્રમુખ તરીકે બિન હરીફ વરણી થતાં વકીલ મંડળ અને મુસ્લિમ સમાજનું ગૌરવ વધારેલ હતું
જુબેર ચોહાણની પ્રમુખ તરીકેની વરણીને સિપાહી સમાજના પ્રમુખ હાજી દિલાવરભાઈ ભટ્ટી, ઉપપ્રમુખ હાજી જાહિદભાઈ  જાદવ, સેક્રેટરી અયુબભાઈ ચોહાણ ખજાનચી, હનીફભાઇ ચોહાણ, સલીમભાઈ મલેક, ઇકબાલ ગોરી, ઇરફાનભાઈ કુરેશી, ફારૂકભાઈ કાદરી, તોફિક કુરેશી, અકરમ પઠાણ, રાજેભાઈ ચોહાણ, યુનુસભાઈ જાદવ, યુસુફભાઈ કુરેશી, ફારુકભાઈ બેલીમ, હનીફ બેલીમ, વાસુ મલેક, સિરાજ ચોહાણ, સુન્ની મુસ્લિમ જમાતના પૂર્વ ઉપપ્રમુખ  નાસીરભાઈ ચોહાણ, ઉસ્માનભાઈ પઠાણ, ઉસ્માનભાઈ મિલન  વિગેરે સિપાહી સમાજના આગેવાનો હોદેદારોએ આવકારી ખુબ ખુબ અભિનંદન પાઠવેલ અને વકીલ મંડળ ની પ્રગતિ અને વિકાસ કરો તેવી શુભકાનાઓ પાઠવેલ હતી…એમ ઈકબાલ ગોરીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી સાવરકુંડલા