મેધાપીપળીયા તરધરી વચ્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરી રોડની કામગીરી શરૂ કરવામાં આવી
વડિયા તાલુકાના તરધરી થી મેધાપીપળીયા ગામ સુધી નો રોડ અતિ બિસ્માર હાલતમાં હતો ત્યારે ખરાબ રોડ અંગે ગ્રામજનોએ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ને રજુઆત કરતાં આજે આ મેધાપીપળીયા તરધરી વચ્ચે નવો ડામર રોડ 50 લાખ ના ખર્ચે મંજૂર કરાવતા ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા આજે તરધરી થી મેધાપીપળીયા સુધી રોડનું ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરવામાં આવ્યું હતું
આ તકે જીલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક તાલુકા ભાજપ પ્રમુખ પરસોતમભાઇ હીરપરા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, તરધરી સરપંચ રમાબેન હીરપરા,મેધાપીપળીયા સરપંચ જે ડી ગુજરીયા, સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોએ અને કાર્યકર્તાઓ એ ગુજરાત વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા નો આભાર વ્યક્ત કર્યો હતો