Gujarat

અંબાજી-આબુરોડ હાઇવે ઉપર સુરપગલા ગામ નજીક લકઝરી બસ નદીમાં ખાબકી:12 ને ઈજા

અંબાજી – આબુરોડ હાઇવે ઉપર સુરપગલા નજીક આવેલા વળાંકમાં શનિવારે સવારે એક ખાનગી બસના ચાલકે કાબૂ ગુમાવતા 56 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે આબુરોડ પોલીસ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.12 મુસાફરોને વધુ ઇજાઓ થઇ હતી.

જ્યારે અન્યને સામાન્ય ઇજાઓ થઇ હતી.હિંમતનગરના દેરોલના મુસાફરો પરત આવી રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થયો હતો. હિંમતનગર તાલુકાના દેરોલ ગામના મંદિરનું દેરોલ પહાડિયા ભક્ત ચંદ્રાબા મંડળ ગત સાતમના દિવસે ચંદ્રાબાની પુણ્યતિથિ ઉપર ભજન માટે એકત્ર થયું હતું

તે વખતે રણુજા દર્શન કરવા જવાનો નિર્ણય લેવાયો હતો જેને પગલે ગુરુવારે તલોદ તાલુકાના બડોદરા ગામની લક્ઝરી ભાડે કરી મંડળના પ્રમુખ ઝીંદુસિંહ પરમાર ચંપકસિંહ નેનસિંહ પરમાર, રજુસિંહ પરબતસિંહ પરમાર, સજ્જનસિંહ લાલસિંહ પરમાર, યશપાલસિંહ લાલસિંહ પરમાર, અંદરસિંહ દીપસિંહ પરમાર, વિક્રમસિંહ ડી. પરમાર, સંગીતાબા કરણસિંહ પરમાર, કેસરબા અંદરસિંહ પરમાર, આનંદબા વિક્રમસિંહ પરમાર, અરુણાબેન ગિરીશભાઈ પટેલ સહિત 55 શ્રદ્ધાળુઓ રણુજા દર્શન કરવા ગયા હતા અને રણુજા દર્શન કરી પરત આવવા દરમિયાન સુંધા માતા મંદિરે દર્શન કર્યા હતા અને ત્યાંથી શનિવારે પરત આવી રહ્યા હતા તે દરમિયાન આબુરોડ અંબાજી વચ્ચે સુરપગલા નજીક વળાક અને ઢોળાવ વાળા રસ્તાને લઇ લક્ઝરી બસના ચાલકે અચાનક કાબુ ગુમાવતા લક્ઝરી બસ નીચે નદીમાં ખાબકી હતી.