Gujarat

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના જેતપુરપાવી તાલુકાના ઈટવાડા(ડું) ખાતે ઝાબ(વાલોઠી) થી ઈટવાડા રોડ ૪.૨૦૦ કી.મી. નું ખાતમુહૂર્ત સાસંદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારના જેતપુરપાવી તાલુકાના ઈટવાડા(ડું) ખાતે ઝાબ(વાલોઠી) થી ઈટવાડા રોડ ૪.૨૦૦ કી.મી. નું ખાતમુહૂર્ત સાસંદ જશુભાઈ રાઠવા અને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેતપુરપાવી તાલુકાના આદિવાસી વિસ્તારના આંતરિક ગામોને જિલ્લા મથક સાથે જોડતા રસ્તા ની સુવિધા પ્રાપ્ત થાય છે.તેમજ શૈક્ષણિક અને આરોગ્ય સેવા માટે આ વિસ્તારની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તેમ છે.ઈટવાડા(ડું),જોગપુરા(ડું),કેવડા,નવી ચુલી અને પંચમહાલ જિલ્લાના મળી ૫ થી વધારે ગામોને ખૂબ જ ટૂંકા અંતરથી જોડતો અગત્યનો રસ્તો છે. આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.