વર્ષોથી આપણી સંસ્કૃતિ આપણી પરંપરાને જાળવીને ૭૭માં વર્ષમા મંગલ પ્રવેશ કરતું અને રાસ ગરબાની રમઝટ બોલાવતું સાવરકુંડલાના દેવળા ગેટે ખોડીયાર બાળ મંડળ દ્વારા લોક સાહિત્યકાર રણધીરભાઈ વિછીયા અને લોક સાહિત્યકાર દિપક બારોટનું સન્માન કરવામાં આવ્યું હતું , રણધીરભાઈ વિછીયાએ પોતાની આગવી શૈલીમાં લોક સાહિત્યની વાતો , દુહા છંદ ગરબાની રમઝટ બોલાવીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા..અહીં આપને જણાવી દઇએ કે રણધીરભાઈ વિછીયા એક ખૂબ જ ઉમદા કેટેગરીના લોકસાહિત્યકાર છે વળી વિદેશની ધરતી પર પણ તેમણે લોકસાહિત્ય પીરસી ભાતીગળ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરીને વિદેશીઓને પણ ભારતીય ભાતીગળ સંસ્કૃતિનું ઘેલું લગાડ્યું છે.
બિપીન પાંધી