છોટાઉદેપુરના ખૂટાલિયા ગામે ગામની મુલાકાત કરી ગ્રામજનો સાથે છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર દ્વારા સંવાદ કર્યો હતો. અને ગામ લોકોને સાયબર ક્રાઇમથી બનતા ગુના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક નિયમો માટે થતા ભંગ બાબતે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ ન થાય તે માટે પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા હતા. જેમાં ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

