હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ગતરોજ છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારની જ વડોદરા શહેર-જિલ્લામાં ધીમીધારે અવિરત વરસાદ શરૂ થયો હતો.

ત્યારબાદ વડોદરામાં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. માત્ર 3 ઇંચ વરસાદમાં પાલિકાની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી પડી ગઈ હતી.

