ઉના શહેરના આનંદ વાટીકા ચોક ખાતે શ્રી નવયુવક કોળી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ – ઉના દ્વારા શરદપૂર્ણિમાની રાત્રે રાસ ગરબાનું આયોજીન ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા શ્રી સમસ્ત કોળી સમાજ રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ શરદપૂર્ણિમાની રાત્રીનાં ભવ્ય રાસ ગરબામાં ઉના શહેર અને તાલુકાનાં ગામો માંથી કોળી સમાજનાં ભાઇઓ તથા બહેનોએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે તમામ લોકો માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રાસ ઉત્સવમાં તાલુકા માંથી બહોળી સંખ્યામાં લોકો જોવા ઉમટ્યા હતા.

શરદપૂર્ણિમા રાસ ઉત્સવ કાર્યક્રમમાં કોળી સમાજના વિવિધ સંગઠનો, હોદેદારો, આગેવાનો, યુવાનો, વડિલો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને તેવોનું ભાવભર્યું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજમાં વ્યસન મુક્ત, ખોટા ખર્ચથી બચવા અને શિક્ષણ પર ભર મૂકવા આહવાન કર્યું હતું. અને સમાજ એક થઇને રહેવા સંદેશો આપ્યો હતો.

