Gujarat

ગીર તુલસીશ્યામ રેન્જનાં કોઠારીયા રાઉન્ડ ફોરેસ્ટર કર્મી પર જુનો રાગદ્વેશ રાખી હુમલો કર્યો… ઈજાગ્રસ્ત કર્મી. સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા

 

ગીર (પુર્વ) વન વિભાગ ઘારીની તુલસીશ્યામ રેન્જમાં ફરજ બજાવતા કોઠારીયા રાઉન્ડના વનપાલ બી. જી. સોલંકી સેજ કોઠારીયા સેટલમેન્ટ વિસ્તારમાં પોતાના ફેરણામાં હોય તે દરમ્યાન માછીમારીના ગુન્હામાં સંડોવાયેલા વડલી ગામના શખ્સો રમજાન જુમાભાઇ સંધી, યાસીદ જુમાભાઇ સુધી, જુમાભાઇ સંધી તથા તેમના પત્નિએ અગાઉ માછીમારીના ગુન્હાનો રાગદ્રેશ રાખી વનકર્મી બી જી સોલંકી ઉપર આ શખ્સો દ્વારા લાકડી, લોખંડનો પાઇપ તથા ટીકાપાટાથી હુમલો કર્યો હતો. જેમાં બી જી સોલંકીને ઇજા પહોંચાડી હતી. અને આ શખ્સો એ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં ઇજાગ્રસ્ત વન કર્મીને પણ ઈમરજન્સી 108 એમ્બ્યુલસમાં ઉના સરકારી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. નાયબ વન સંરક્ષક સાહેબ રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક મનીષ ઓડેદરાના માર્ગદર્શન મુજબ રેન્જ ફોરેસ્ટ ઓફીસર આર.ડી.પાઠક દવારા કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.