વહીવટી તંત્ર દ્વારા માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ગામે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો
મામલતદાર શ્રી વાળા સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા સાહેબ અને ખેતીવાડી ખાતાના અધિકારીશ્રીઓ હાજર રહી દીપ પ્રાગટ્ય કરી કૃષિ મહોત્સવને ખુલ્લો મુક્યો હતો
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ મકવાણા જિલ્લા પંચાયતના સદસ્ય હીરાભાઈ સોલંકી સરપંચ સુધીરભાઈ પરમાર ઉપસરપંચ ભોજાભાઇ ગરચર રાજુભાઈ રાયજાદા હીરાભાઈ ગરચર. તેમજ ખેતીવાડી અધિકારી શ્રી ચૌહાણ સાહેબ ચૌધરી સાહેબ શ્રી ડાકી સાહેબ સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતાતેમજ પ્રગતિશીલ ખેડૂત તરીકે વી. એમ. વાજા ચોરવાડ, કિશોરભાઈ ચૂડાસમા કુક્સવાડા, જેઠાભાઈ જોટવા શંતિપુરા એ ભાગ લીધો હતો

