જામનગરના એડવોકેટ હારૂન પલેજાની સરાજાહેર કરપીણ હત્યાના વિરોધમાં વકીલો ગુરૂવારે કોર્ટ કામગીરીથી અળગા રહ્યા હતાં. જામનગર બાર એસોસીએશને આરોપીઓ પકડાઇ નહીં ત્યાં સુધી લડી લેવાનો નિર્ણય કરી તાકીદે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવવા માંગણી કરી છે. બેડીમાં એડવોકેટ હારૂન પલેજાની કુખ્યાત સાયચા ગેંગના પંદર શખ્સે સરાજાહેર હત્યા નિપજાવતા જામનગર વકીલ મંડળમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ બનાવના વિરોધમાં જામનગરના વકીલો ગુરૂવારે કોર્ટ કામગીરીથી અલિપ્ત રહ્યા હતાં. આટલું જ નહીં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવા માંગણી કરી છે. આટલું જ નહીં આરોપીઓને જ્યાં સુધી પકડી પાડવામાં ન આવે અને સખત સજા કરવામાં ન આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો મંડળે નિર્ણય જાહેર કર્યાે છે.

