જામનગર LCB પોલીસ દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ડબાસંણ તથા નકટાપાવરીયા ગામ વચ્ચે આવેલ રોડ પરથી મોટી સંખ્યામાં ઇંગ્લિશ દારૂની 1428 બોટલનો જથ્થો પકડી પાડ્યો છે.
જામનગર LCB પોલીસ પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફે બાતમીના આધારે લાલપુર તાલુકાના ડબાસંગ થી નકટાપાવરીયા ગામ વચ્ચે તરફ જવાના રોડ ઉપર રેલવે ફાટક નીચે બોલેરોમાંથીઇંગ્લિશ દારૂની 1428 બોટલ જેની કિંમત 9,25,334 અને બોલેરો 5 લાખ તથા મોબાઈલ નંબર બે કિંમત રૂપિયા 10,000 તથા દારૂ કાઢવા માટે ઉપયોગ કરાયેલી તાલપત્રી સહિત કુલ રૂપિયા 14,35,344 નો મુદ્દા માલ સાથે બે આરોપીને પકડી પાડ્યા છે.
પોલીસે 1428 ઇંગલિશ દારૂની બોટલના જથ્થા સાથે જયપાલસિંહ લાલુભા વાઘેલા રહે યુનિવર્સિટી રોડ હાઉસિંગ બોર્ડ રાજકોટ મૂળ તેમજ બાલાચડી ગામ તાલુકો જોડિયો જિલ્લો જામનગર ખાતે રહે છે. તેમજ બીજો આરોપી નરેન્દ્રભાઈ બાબુભાઈ રાઠોડ સોસાયટી જામનગર મુળ તે મચ્છુ બેરાજા ગામ તાલુકો લાલપુર જિલ્લો જામનગરનો રહેવાસી છે.
પોલીસે ઇંગલિશ દારૂની બોટલ નો જથ્થો પકડી પાડ્યો છે તેમાં પોલીસે પકડવાના આરોપી બાકી છે તેમાં અસરફ દોસમામદ કોચલીયા રહે. સાંઢીયા ફુલ જામનગર જે દારૂ સપ્લાય કરનાર છે. અને રાહુલ મેર રહે જામનગર તથા સાજીદભાઈ રહે રાજકોટ જે દારૂ મંગાવનાર બંને આરોપીઓ છે તેને પોલીસે પકડવા માટે તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.

