Gujarat

અંબાજીમાં છેલ્લા દશેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર, બનાસકાંઠા

અરવલ્લી જીલ્લાના શામળાજી સ્ટેશન વિસ્તરના મંદીર ચોરીના ગુનામાં છેલ્લા દશેક મહીનાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર બનાસકાંઠા જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સુચના કરેલ હોય. જે સુચના અન્વયે  વી.જી.પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ.કે.ઝાલા પો.સબ.ઇન્સ તથા  પી.એલ.આહિર પો.સબ ઇન્સ તથા  એસ.જે.પરમાર પો.સબ.ઇન્સ તથા  એસ.બી.રાજગોર પો.સબ.ઇન્સ એલ.સી.બી.,પાલનપુર ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના માણસો અંબાજી પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અરવલ્લી જીલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના પાર્ટ ‘એ’ ગુના રજી નં.૧૧૧૮૮૦૧૦૨૩૦ ૨૬૫/૨૦૨૩ ઇ.પી.કો ક.૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપી- ભમરીયાભાઇ ટોપીયાભાઇ જાતે.નટ ઉ.વ.૪૦ થયો.ડ્રાઇવીંગ રહે.અંબાજી નટ ડેરા તા.દાંતા જી.બનાસકાંઠાવાળાને અંબાજી નટડેરા ખાતેથી પકડી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ અંબાજી પો.સ્ટે સોંપેલ છે. પકડાયેલ આરોપીનુ નામ :- ભમરીયાભાઇ ટોપીયાભાઇ જાતે.નટ ઉ.વ.૪૦ ધધો.ડ્રાઇવીંગ રહે. અંબાજી નટ ડેરા તા.દાંતા જી.બનાસકાંઠા કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત પુંજાભાઇ નાથાભાઇ હેડ.કોન્સ અને ઇશ્વરભાઇ ભીખાભાઇ પો.કૉન્સ