Gujarat

ગીરગઢડાના આંકોલાલી ગામે મહિલાની હત્યા, લૂંટ કરનાર બે શખ્સોને એલ.સી.બી. ટીમે ઝડપી લીધા…લુંટમાં ગયેલ ત્રોટી મુદામાલ સાથે કબ્જે કર્યા

ગીરગઢડા તાલુકાના આંકોલાલી ખાતે મહિલાની લુંટ અને હત્યા કરનાર શખ્સોને જીલ્લા એલ.સી.બી. બ્રાન્ચે લુંટમાં ગયેલ કાનમાં પહેરેલ સોનાની ત્રોટીઓ નંગ-2 મુદ્દામાલ કબ્જે કર્યો છે.મુદામાલ સાથે બે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બે દિવસ પહેલા તા.29ઓકટોબર 2024ના ગીરગઢડાના આંકોલાલી ગામે રહેતી રૈયાબેન ઉર્ફે લાભુબેન જેઠાભાઇ વાજા ઉ.વ.45ને કોઇ અજાણ્યા શખ્સો એ ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઇજા કરી મોત નિપજાવી હતી. અને તેના શરીર ઉપર પહેરેલ સોના ચાંદીના દાગીનાની લુંટ કરી નાસી ગયેલ હતા. જે બાબતે ગીરગઢડા પોલીસમાં બી.એન.એસ.2023ની કલમ હેઠળ 103(1), 309(6), 311તથા જીપીએકટ-135મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.
જે અંગે જુનાગઢ રેન્જ આઇ.જી.પી.નિલેષ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન.જાડેજાએ અનડીટેકટ રહેલ ગંભીર પ્રકારના લુંટ અને મર્ડરના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુન્હો ડીટેકટ કરી હત્યા કરનાર આરોપી પકડી પાડવા સખત સુચનાઓ આપી હતી. જેથી એલ.સી.બી.ના ઇ.ચા. પી.આઇ એ.બી.જાડેજાના માર્ગદર્શન મુજબ પી એસ આઇ એ.સી.સિંધવ, એલ.સી.બી.ના એ.એસ.આઇ. સુભાષભાઈ ચાવડા,  રામદેવસિંહ જાડેજા, શૈલેષભાઇ ડોડીયા, પ્રવિણભાઇ મોરી, રાજુભાઇ ગઢીયા, ગોવિંદસિંહ વાળા, લલિતભાઇ ચુડાસમા, વિજયભાઇ ચૌહાણ તથા રાહુલભાઇ છેલાણા સહીત ટીમે લુંટમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓની તપાસમાં હતા. એદરમ્યાન ટેકનીકલ અને હ્યુમન સોર્સીસથી બાતમી આધારે હરેશ હમીરભાઇ વાજા તથા મિલન ધીરૂભાઈ વાજા રહે,બન્ને આંકોલાલી વાળાને પકડી પાડયા હતા.
અને પોલીસે આ આરોપીઓને વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા જણાવેલકે હરેશની બહેન રસીલાબેનની સોનાની બુટીઓ પાંચેક મહીના પહેલા હરેશે ગોલ્ડ લોન બેન્કમાં ગીરવે મુકી ગોલ્ડ લોન લીધેલ હતી. અને તે બુટીઓ હરેશ છોડાવી શકેલ ન હોય જેથી હરેશની બેનના ઘરમાં ઝગડો થતા હરેશની બેન બે દિવસથી રિસામણે આવેલ હોય જેથી તેની બુટીઓ છોડાવવા માટે હરેશને રૂપિયાની જરૂરત હતી. જેથી હરશેએ તેમના મિત્ર મિલન સાથે મળી આ કામે મરણજનાર રૈયાબેન ઉર્ફે લાભુબેન જેઠાભાઈ વાજાને મારી નાખી હતી. તેના કાનમાં પહેરેલ સોનાની ત્રોટીઓ કાઢી લીધેલ હોય અને આ ત્રોટીઓ બન્નેએ આંકોલાલીમાં રહેતા આરોપી મિલનના ફુઇ મોતીબેન જીણાભાઇ ડાભીના ઘર સામે ટાંકા પાસે ધુળમાં દાટેલ હોવાનું જણાવી ગુન્હાની કબુલાત આપી હતી. બન્ને આરોપીઓને મરણ જનાર મહીલાના લુંટમાં ગયેલ કાનમાં પહેરવાની સોનાની ત્રોટી નં.2સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.