તળાવ ભાડે રાખી મત્સ્યોધોગનો વ્યવસાય કરનાર ઇસમને લાખો રૂપિયાનું નુકશાન
અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાંથી પસાર થતી એનસીટીએલ ની પાઇપ લાઇનમાં પિરામણ ગામ NCTL માં જતી પીરામણ ગામ નજીક ભંગાણ સર્જાતા ગામના તળાવમાં કેમિકલયુક્ત પ્રવાહી ભળતા તળાવમાં રહેલ હજારો માછલાઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.આ પાઇપ લાઇનના લીકેજને કારણે તળાવમાં કેમિકલયુક્ત પાણી ભરાઈ જતા આ સમસ્યા સર્જાઇ હતી.આ તળાવ ભાડે લઇને ઇકરામ શેખ નામના ગૃહસ્થ મત્સ્યોધોગનો વ્યવસાય કરે છે.
માછલીઓ મરી જતા તેમને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંત આ દુર્ઘટનાને પગલે અસરગ્રસ્ત ખેતરને પણ ભારે નુકસાન પહોંચતા ખેતી પર પણ તેની અસર થવાની દહેશત જણાય છે.જ્યારે ગામના જુનેદ પાંચભાયા નામના એક જાગૃત નાગરીકે આ ઘટના અંગે તાત્કાલિક પગલાં લેવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરી છે. તેમણે કરેલ રજુઆતમાં જણાવાયું છેકે આ સંદર્ભે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરીને કસુરવારો પર પગલા ભરાય અને ભવિષ્યમાં ફરીથી આ બાબતનું પુનરાવર્તન ના થાય તેની ખાસ તકેદારી લેવા પણ અનુરોધ કર્યો હતો.
GPCB દ્વારા પાણી સેમ્પલ જ્યારે આ ઘટનામાં જીપીસીબી દ્વારા પાણીના નમુના લઇને તપાસ કરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.ખેડૂતો દ્વારા આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા ભરાય તેવી માંગ કરવામાં આવી હતી. પાનોલી જીઆઇડીસીમાં થી જતી આ લાઇન માં સર્જાયેલ લિકેજથી મત્સ્યોદ્યોગ વ્યવસાય સાથે સંકળાયેલા ઇસમો મોટા આર્થિક નુકશાનને લઇને વ્યથિત જણાયા હતા ત્યારે તેમને નુકશાન પેટે યોગ્ય વળતર અપાય તેવી પણ માંગ કરી હતી. એક તરફ સરકાર પશુપાલન તેમજ મત્સ્યોદ્યોગ માટે સહાય કરે છે અને રોજગારી પૂરી પાડી રહી છે
તો બીજી તરફ ઔદ્યોગિક એકમો દ્વારા ચોમાસા દરમિયાન ગમે વરસાદી પાણીની આડમાં ગમે ત્યાં ઝેરી કેમિકલયુક્ત પ્રદુષિત પાણી છોડાતા સમસ્યા સર્જાતી હોય છે. આ બાબતે પાનોલી નોટીફાઇડ કચેરીને પણ જાણ કરીને કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.ભુતકાળમાં ઔદ્યોગિક કંપનીઓના પ્રદુષિત પાણી પીવાના કારણે ગાય ભેંસો સહિત ઘણા પશુઓના મોત પણ થયા હતા. આ બાબતે કસુરવારો સામે કાયદેસર પગલા ભરાય તે જરૂરી છે.
વિરલ ગોહિલ, ભરૂચ

