Gujarat

જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસ્યા

જામનગર સહિત હાલારભરમાં ગુરૂવારે સવારથી સમયાંતરે સુર્યદેવતાના અલપ ઝલપ દર્શન વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો.જેમાં જામનગર શહેરમાં સાંજે હળવા ભારે ઝરમર ઝાપટા વરસતા માર્ગો ભીંના થયા હતા. જયારે કલ્યાણપુર અને જોડીયામાં બપોરે હળવા ઝાપટા પડયા હતા.

જામનગર શહેરમાં સાંજે પાંચ વાગ્યાના સુમારે મેઘાવી માહોલ સાથે ઘીમી ધારે વરસાદ શરૂ થયો હતો.જોકે,બે-ચાર ઝાપટા વરસાવ્યા બાદ વરસાદે બ્રેક લીઘો હતો. જે બાદ ફરી શરૂ થયેલા વરસાદી ઝાપટાઓએ રાત્રે આઠ વાગ્યા સુધીમાં પાંચ મીમી પાણી વરસાવી દિઘુ હતુ.રાત્રે પણ વરસાદી ડોળ યથાવત રહ્યો છે.

જયારે જામનગર જિલ્લાના જોડીયામાં બપોરે હળવા ઝાપટા પડયા હતા.તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં પણ હળવાર ભારે ઝાપટાઓએ ફરી માર્ગો ભીંના કર્યા હતા.હાલારમાં ઠેર ઠેર રાત્રે પણ વરસાદી ડોળ યથાવત રહયો હતો.