છોટાઉદેપુર જિલ્લાના ૩ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરાયા
છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટે છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકના કુલ મળી 1184 પ્રિસાઇડિંગ ઓફિસર, 1070 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ૧૧૧ ઝોનલ ઓફિસર અને ૧૦૮ આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરને પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે.
જે અન્વયે ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તાર માટે એસ.એફ.હાઈસ્કૂલ, છોટાઉદેપુર ખાતે, ૧૩૮-જેતપુર વિધાનસભા મત વિસ્તાર માટે એકલવ્ય મોડેલ સ્કૂલ, કવાંટ ખાતે અને ૧૩૯-સંખેડા વિધાનસભા મત વિસ્તાર માટે ખત્રી વિદ્યાલય, બોડેલી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ દરમિયાન છોટાઉદેપુર વિધાનસભા માટે કુલ 965, જેતપુર વિધાનસભા માટે 604 અને સંખેડા વિધાનસભા મતદાર વિભાગ માટે 685 પોલિંગ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.