વૈશાખ સુદ ચૌદશના દિવસે ભગવાન નરસિંહ પ્રહલાદની રક્ષા કરવા માટે પ્રગટ થયા હતા. ભગવાન નરસિંહ દેવનો પ્રાગટ્ય દિવસ ઇસ્કોન મંદિરમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જેમાં ભગવાન નરસિંહ દેવને ગાયના પંચ-દ્રવ્યથી અભિષેક કરવામાં આવ્યો હતો સાથે ઓર્ગેનાઈઝ ફળ ના જ્યુસનો અભિષેક કરવામાં આવ્યો હતો.
જે મંદીર ના હેડ પૂજારી જનાર્દન પ્રભુજી ના સાનિધ્યમાં પરિપૂર્ણ કરવામાં આવિયો હતો. ભગવાન નરસિંહ દેવને 56 ભોગ પણ ધરાવવામાં આવ્યા હતા.

વિશેષ ગૌડીય સંપ્રદાયના આચાર્ય શ્રીપાદ માધવેન્દ્રપુરી ને ભગવાન શ્રીનાથજીએ આદેશ આપ્યો હતો કે હુ ઘણા વર્ષ ગોવર્ધનમાં દટાઈ ને રહ્યો હતો તો આવા તડકાથી મારા શરીરમાં બહુ જ ગરમી થાય છે માટે મને મલીયાચલનું ચંદન અને કપૂર લગાડો તેજ પરંપરા અનુસાર આપણા ઇસ્કોન ભાવનગર મંદિરમાં પણ રાધા મુરલીધરજી અને ગોપાલજીને અમારા મંદિરના વરિષ્ઠ પૂજારી ઠાકુર હરીદાસજી અને દાનવીર પ્રભુ એ ચંદનના વાઘા પહેરાવ્યા હતા.ભગવાન નરસિંહ દેવની પ્રાગટ્ય લીલા જે ભાગવતમાં છે તે કથા નું રસાસ્વાદન મંદિરના અધ્યક્ષ વેણુગાયકદાસએ કરી હતી અને હજારો ભક્તો આવીને કથાનો આનંદ લીધો અને મહાપ્રસાદનો આનંદ અનુભવ્યો હતો.

