મા વીરબાઈ સેવા પરિવાર સમ્રાટનગર ઇસનપુર લોહાણા જ્ઞાતિના મિત્રો દ્વારા તા. 17/03/24ના રોજ જલારામ બાપાના ખીચડી પ્રસાદ, પૂરી, શાક, મોહનથાળ, ખમણ , નમકીન, નારંગી, ફરસી પુરી, ચોકલેટ વિગેરે રામવાડી મંદિર પાસે આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં લગભગ 150થી 175 નાના બાળકો તથા બહેનોને ભોજન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યુ, આ સંસ્થા છેલ્લા 2 વર્ષથી આ પ્રકારનું સેવા કાર્ય કરી રહી છે.




