ભાવનગરનો 302 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે મહારાજા ભાવસિંહજી નું પુષ્પાંજલિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાજઘાટ પર પહોંચીને નેક નામદાર કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા સાથે ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા,

દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેમણે પ્રથમ રજવાડું માં ભારતીના ચરણોમાં ધરી દીધું તેવા ભાવેણાનો આજે 302 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. મહારાજ ભાવસિંહજી મહારાજે 1723 ભાવનગરના તોરણ બંધાવ્યા હતા. આ પ્રસંગે આજે ભાવનગરના નેક નામદાર રાજવીઓને પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય પક્ષના નેતાઓએ રાજ ઘટપર પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવનગર ને યાદ કર્યું હતું નેકનામદાર કૃષ્ણકુમારસિંહજી નો પ્રજા માટે નો પ્રેમ હંમેશા ભાવેણાની ઓળખ રહ્યું છે “મારી પ્રજાનું કલ્યાણ થજો”

આ અંગે પૂર્વ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવેણાનો 302નો જન્મદિવસ જન્મોત્સવ સમિતિ દ્વારા છેલ્લા 8 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે, વર્ષોથી હું એમાં જોડાયેલો છું, ભાવેણાના મહાન રાજવીઓ થઈ ગયા છે, આજે 302માં ભાવનગર પ્રવેશી રહ્યું છે ત્યારે તેનું રાજવીઓ ને પુષ્પાંજલિ કરવામાં આવી હતી, આપણો ભાવ મહારાજા પ્રત્યે અવિરત રહે તે માટે સમાધિ સ્થળ ખાતે ભાવાંજલિ નો કાર્યક્રમ યોજાયો હતો, આપણા ભાવેડાના રાજવીઓ પ્રજા વત્સલ રાજવીઓ રહ્યા છે, આપણા સૌ માટે એ ગૌરવની વાત છે.




