Gujarat

શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા મહારકતદાન કેમ્પ યોજાયો

સાવરકુંડલા શહેરમાં માનવસેવાની પ્રવૃત્તિઓ કરતાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૦-૩-૨૪ ના ગાંધી ધર્મશાળા ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ સાથે
ચંદ્રેશભાઇ રવાણી, પ્રિતેશભાઈ કાણકીયા, કેતનભાઇ હિંગુ, અશ્વિનભાઈ સાગર, કમલેશભાઈ મગિયા, પીસી વણઝારા, રાજુભાઈ શિંગાળા, કાનાભાઈ મશરૂ, કનુભાઈ ડોડીયા, પ્રતિકભાઈ નાકરાણી, જીગ્નેશ ટાંક, ઓસાભાઈ પઠાણ, રાજેભાઈ ચૌહાણ, મહેશભાઈ જયાણી, હસુભાઈ સૂચક, અષ્ટકાંતભાઈ સૂચક, બળુભાઈ મહેતા, લાયન્સ કલબ ઓફ સાવરકુંડલાના કરશનભાઈ ડોબરીયા, કમલભાઈ શેલાર, દીપકભાઈ બોઘરા, અશોકભાઈ સોસા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન શિબિરમાં રક્તદાતા દ્વારા કુલ ૭૦ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. તમામ રક્તદાતાના નામનો ડ્રો કરવામાં આવ્યો જેમાં પ્રથમ
ઈનામ ઓસમાનભાઈ કાસમભાઈ પઠાણ, દ્વિતીય ઈનામ ભાવેશભાઈ રજનીકાંતભાઈ દોશી અને તૃતીય ઈનામ અનીસભાઈ રફીકભાઈ પઠાણ. જેમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરનાર ભાગ્યશાળી રક્તદાતાને સોનાનો સિક્કો તેમજ અનુક્રમે દ્વિતીય અને તૃતીય ૧૦ ગ્રામ અને પાંચ ગ્રામ ચાંદીનો સિક્કો આપવામાં આવેલ.
આ સમગ્ર મહારક્તદાન કેમ્પના સ્પોન્સર્ડ દાતાશ્રી કાણકિયા ચા, સાગર મશીનરી, કિશોરભાઈ નાનાલાલભાઈ ગઢિયા માધવ ટ્રેડર્સ દિપુભાઈ અને સોનિક જ્વેલર્સ રહ્યા હતાં. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાના હાર્દિક અઢિયા, આનંદ વણઝારા, સુજય ખીમાણી સમેત સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ મહારક્તદાન કેમ્પના તમામ રક્તદાતાઓને બે સ્યોર ગીફ્ટ આપવામાં આવી હતી. આ રક્તદાન શિબિરમાં મહિલા રકતદાતાઓએ પણ રક્તદાન કરેલ.
અંતમાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલાના હિતેષ સરૈયા દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામનો હાર્દિક આભાર માન્યો હતો.