બીજી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિન નિમિત્તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
છોટાઉદેપુર નગરની મધ્યમાં શાક માર્કેટ પાસે મહાત્મા ગાંધીજીનું સર્કલ આવેલું છે. જ્યાં મહાત્મા ગાંધીજીની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. જે સર્કલની રેલિંગ અગાઉ તૂટી ગઈ હોય જેના કારણે પાલિકા તંત્ર દ્વારા નવા સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ બનેલ સર્કલ ઉપર આવેલી રાષ્ટ્રપિતાની પ્રતિમાને છત્ર ન હોય જે બાબતે પ્રજાની માંગ ઉઠી હતી. કે પ્રતિમા ઉપર છત્ર મૂકવામાં આવે જે માંગણી પૂર્ણ કરવામાં આવી છે. અને પ્રતિમા ઉપર છત્ર બનાવતા પ્રજામાં ભારે આનંદની લાગણી ફેલાઈ છે.
અત્રે ઉલ્લેખીએ છે. કે છોટાઉદેપુર મુખ્ય બજારમાં આવેલું મહાત્મા ગાંધીજીનું સર્કલ ઉપર સ્ટીલ રેલિંગ તૂટી ગઈ હતી.જ્યારે રૂ 12 લાખથી વધુના ખર્ચે સર્કલ નું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સ્ટેચ્યુના ઉપરના ભાગે પ્રિકાસ્ટ ડોમ એસ એસ અને એમ એસ રેલિંગ સર્કલ ના ફરતે સર્કલ ઉપર ગ્રેનાઇટ માર્બલ અને લાઇટિંગ નું કામ તથા સર્કલને ઊંચું બનાવવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડે જણાવ્યું હતું કે અગાઉ સર્કલની રેલીંગો તૂટી ગઈ હતી અને ખરાબ થઈ ગયું હતું. હોય જેને કારણે નવીનિકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સર્કલને હવે કોઈ નુકસાન ન થાય તેવી સંપૂર્ણ કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવશે. તથા પ્રજાએ પણ આ બાબતે સહયોગ આપવો પડશે. આવનાર બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી પૂર્વે સર્કલ નું કામ પૂર્ણ કરી દેવામાં આવે તે માટે સપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

