દેશમાં ફ્લાઇટમાં તકલીફો આવવાના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે મલેશિયા એરલાઇન્સની ફ્લાઇટ હૈદરાબાદથી કુઆલા લંપુર જવા માટે ટેક ઓફ કર્યા બાદ એન્જિનમાં તકલીફ આવતા ફરી પાછું રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટપર લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
આ બાબતે મલેશિયા એરલાઇન્સ ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મલેશિયા એરલાઇન્સ પુષ્ટિ કરે છે કે ૨૦ જૂન ૨૦૨૪ ના રોજ હૈદરાબાદથી કુઆલાલંપુર જતી ફ્લાઇટ એમએચ ૧૯૯ ટેક-ઓફ પછી ચઢાણ દરમિયાન એક એન્જિનમાં સમસ્યાને કારણે હૈદરાબાદ પરત ફરી હતી. એરક્રાફ્ટ સ્થાનિક સમય મુજબ સવારે ૦૩ઃ૨૧ વાગ્યે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે પાછું લેન્ડ થયું; બધા મુસાફરો અને ક્રૂ સલામત રીતે નીચે ઉતર્યા. અસરગ્રસ્ત મુસાફરોને તેમની સતત મુસાફરી માટે અન્ય ફ્લાઇટ્સ પર ફરીથી ફાળવવામાં આવશે. એરક્રાફ્ટ હાલમાં વધુ તપાસ માટે જમીન પર છે. મલેશિયા એરલાઇન્સ માટે સલામતી અત્યંત મહત્વની રહે છ